કેતન પ્રણામી અરવલ્લી
એક સપ્તાહના વિરામ બાદ જિલ્લામાં વધુ એક કેસ મળી આવતા કોવિડ-૧૯ના અરવલ્લીમાં ૧૯ કેસ અરવલ્લી જિલ્લામાં શહેરી વિસ્તારના કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણ અટકવવા જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવા છતાં ગુરૂવારના રોજ બાયડ તાલુકામાં કોરોના પોઝીટીવનો વધુ એક મળી આવતા જિલ્લામાં કોરોનો પોઝીટીવ દર્દીઓનો આંક ૧૯ સુધી પંહોચી ગયો છે.
આ અંગેની વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અમરનાથ વર્માએ જણાવ્યું હતું કે બાયડ તાલુકાના તેનપુર ગામે COVID-19 પોઝીટીવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ આવનાર વ્યક્તિઓના રહેણાંક અને ગામ સહિતના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે સાથે આસપાસના પાંચ કિ.મી વિસ્તારમાં આવતા વિસ્તારને બફર ઝોન જાહેર કરી સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી છે.
બાયડના તેનપુર ગામના ૨૫ વર્ષિય યુવકને શરદી-ખાંસી તફલીફ થતાં સ્થાનિક સારવાર લીધી હતી તેમ છંતા આરામ ન થતાં ૨૮ એપ્રિલના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી, બાદમાં ગાંધીનગર હોસ્પિટલ ખાતે તા.૨૯ એપ્રિલના રોજ તપાસ કરાવતા કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જેથી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બની તેમના નજીકના સંપર્કમાં આવનાર બે લોકોને બાયડની કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળની સારવારમાં લઇ જવાયા છે.
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારવાર જોઇએ તો ભિલોડા તાલુકામાં ૦૨ ધનસુરા -૦૩ ,મેઘરજ -૦૪,મોડાસા-૦૬ અને બાયડ-૦૪ મળી C O V ID - ૧૯ ના અરવલ્લી - ૧૯ પોઝીટીવ કેસ નોધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના નિદાન માટે પીસીઆરથી ૪૭૩ અને રેપીડથી ૫૭ મળી કુલ ૫૩૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ૨૩ સેમ્પલનો રીપોર્ટ હજી પેન્ડીગ છે. જિલ્લામાં હાલ ૧૩ વ્યક્તિઓને આઇસોલૅટેડ કરાયા છે તો મોડાસના કોવિડ કૅર સેન્ટરમાં ૮ અને બાયડના કોવિડ કૅર સેન્ટરમાં ૧૫ લોકોને સારવાર હેઠળ રખાયા છે.