કેતન પ્રણામી અરવલ્લી
પોતાના ઘર જેવુ જ ભોજન મળે છે મોડાસાની આ કોવિડ હોસ્પિટલમાં રમઝાનમાં મુસ્લિમ દર્દીઓ માટે નમાઝ અદા કરવાની પણ વ્યવસ્થા આ હોસ્પિટલમાં રખાવામાં આવી છે
બે ત્રણ દિવસથી સામાન્ય શરદી, ખાંસી અને તાવ જેવુ લાગતુ હતું, લાવને આરોગ્ય વિભાગે ફોન કરી જોઉ અને આરોગ્યની સર્વેલન્સ ટીમ આવીને ચકાસી ગઇ સહેજ શંકાસ્પદ લક્ષણ લાગતા હોસ્પિટલ આવીને તપાસ કરાવી લો,
સિવિલમાં ચેક કરાવ્યું બે દિવસ બાદ મને કોરોના પોઝિટીવ હોવાનું કહ્યું ને બસ આટલા શબ્દો કાને પડતા જ હૈયામાં મોટી ફાળ પડી પરંતુ ત્યાંના સ્ટાફે હિંમત આપી એટલે અહિ સારવારથી એકદમ સાજા થઇ જવાશે, પહેલા તો કઇ જ સુઝયુ નહિ બસ ખાલી હાથે સારવારે આવી ગયો. મનમાં હજારો વિચારો આવતા કે ત્યાં કેવી વ્યવસ્થા હશે. ઘર જેવુ જમવાનું મળશે કે નહિ, નહાવા-ધોવાના કપડા ધોવાનું કેમનું હશે. પરંતુ જયારે પહેલા જ દિવસે હોસ્પિટલના બેડ પર નવી નક્કોર ચાદર, નાહવાનો રૂમાલ, શેમ્પૂ, સાબુ બ્રશ, ઉલીયુ, માસ્ક, મીનરલ વોટરની બોટલ સહિતની તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓ મારા બેડ પર હતી. આ જોઇને મારા મનમાં જે કોવિડ હોસ્પિટલની છાપ હતી સાવ બદલાઇ ગઇ આવા શબ્દો છે. કોરોના સારવાર લઇ રહેલા એક દર્દીના..
અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ મોડાસાની સાર્વજનિક અને બાયડની વાત્રક એમ બંન્ને હોસ્પિટલમાં ૧૫૦ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જયાં મોડાસાની હોસ્પિટલમાં ૨૮થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે કોરોના સામે પંહોચી વળવા માટે જિલ્લો આરોગ્ય સુવિધાથી સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું.
દર્દીઓને સારવાર કઇ રીતે અપાય છે તે અંગેની વાત કરતા નોડલ અધિકારી જણાવે છે કે દર્દીઓને સવારે ઉકાળો, બાદમાં ચા-નાસ્તો, જમવામાં પોષ્ટીક દાળ-ભાત-શાક, રોટલી અને કઠોળ સાંજે ફળાહાર અથવા ફૂ્ટ જયૂસ, તેમજ રાત્રે પણ મેનુ મુજબનું જમવાનું આપવમાં આવે છે. આતો થઇ જમવાની વાત પણ દર્દીઓને આવા સમયે પરીવાર જનોની યાદ આવેતો વિડીયો કોલિંગની સુવિધા, તો વળી કોરોના દર્દીને શારિરીક કરતા માનસિક ભય વધારે હોય છે ત્યારે હોસ્પિટલમાં જ તેમનું કાઉન્સેલીંગ કરાય છે જેથી તેનો ડર દૂર થાય વળી શારિરીક સ્વસ્થતા માટે યોગા પણ કરાવાય છે.
હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સોશ્યિલ ડિસ્નસીંગથી પ્રાર્થના કરતા હોય છે તો મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે તેમને નમાઝ અદા કરવા માટે પણ અલાયદી વ્યવસ્થા હોસ્પિટલમાં કરાઇ છે.
હોસ્પિટલની સુવિધા અંગે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં દિવસમાં ત્રણ ટાઇમથી વધારે સફાઇ, વોર્ડમાં બે વાર સેનેટાઇઝેશન કરવામાં આવે છે. જયારે આવા દર્દીઓ કપડાની ધોવાની પણ ખાસ અલગથી વ્યવસ્થા ઉભી કરાઇ છે, સોડિયમ હાઇપોક્લોરાઇડથી જંતુ રહિત કરવામાં આવે છે ત્યાર બાદ વોશિગ મશીનથી ધોલાઇ કરવામાં આવે છે જેથી અન્ય કોઇને ચેપ ન લાગે.
હોસ્પિટલના ૫૦થી વધુનો સ્ટાફ હવે કોરાના ગ્રસ્ત દર્દીઓનો પરીવાર બની ગયો છે જેમાં ઘણીવાર તો દર્દીઓ માટે ચેસ, કેરમ, લુડો અને સાપસીડી જેવી ઇન્ડોરગેમ રમવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જયારે મોટી ઉમરના દર્દીઓ માટે માનસિક શાંતિ માટે પરામર્શ કરી તેમના જરૂરીયાત અંગે ફિડબેક પણ લેવામાં આવે છે. જયારે સારવાર લઇ ઘરે પરત ફરતા દર્દીઓને સાવચેતી માટે મલ્ટી વિટામીન અને વિટામીન-સીની ટેબલેટ, ઓઆરએસ પેકૅટ, માસ્ક અને સેનેટાઇઝર આપી પૂરતી તકેદારી રખાય છે.
જિલ્લામાં કોરોના વ્યાપેલા સંક્રમણ સામે જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અસરકારક પગલા લઇ રહ્યાછે. ત્યારે ૧૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી આજે સ્વગૃહે પરત ફર્યા છે.