લૉક ડાઉનમાં પી.પી.શુટ સેનિટાઇઝર અને માસ્કનો ખર્ચ દર્દીના શિરે નાખતા મોડાસાના તબીબ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

લૉક ડાઉનમાં પી.પી.શુટ સેનિટાઇઝર અને માસ્કનો ખર્ચ દર્દીના શિરે નાખતા મોડાસાના તબીબ

કેતન પ્રણામી અરવલ્લી 


કોરોનાની બચવા પી.પી.કીટ અને સેનેટાઈઝરનો ચાર્જ પણ દર્દીઓ પાસેથી વસૂલ કરતા હોવાના આક્ષેપ

વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના વાઇરસ વચ્ચે ઉનાળાની ઋતુ ફેર થતા નાના બાળકો વાઇરલ ઇન્ફેકશનનો શિકાર બનતા હોય છે. તેમજ શરદી ખાંસી જોવા મળતી હોય છે. ત્યારે બીમાર બાળકોને ડોક્ટરો પોતાની વી.આઈ.પી ચેમ્બર માં બેસી માતા પિતાને પોતાના બાળકને એડમીટ થવા કહેતા હોય છે. ત્યારે ગરીબ લોકો પોતાના બાળકોના સ્વાસ્થ્યની ચિન્તા કરતા એડમિટ કરી દેતા હોય છે.
ત્યારે કેટલાક ડોક્ટરો ધ્વારા અલગ અલગ છુપા ચાર્જીસ લેતા હોય છે. તેમજ કેસ સિવાય બીજા કોઈ ચાર્જીસના બોર્ડ લગાવામાં આવતા નથી તેમ છતા
નાના બાળકોના માતા પિતા  આવા ચાર્જીસથી અજાણ હોય છે. જેના કારને લૂટાય છે. આવુ જ મોડાસાની રાજવી હોસ્પિટલમાં સામે આવેલા આવા જ અેક બનાવમા બાળકના માતા પિતાઅે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમા રજુઆત કરાઇ છે તેમા આક્ષેપ કરાયા છે કે તેમા પોતાના બાળકની તબિયત બગડતા ડોક્ટરને બતાવતા લેબોરેટરી કરવાનુ કહેતા લેબોરેટરી કરવામાં આવી હતી.જેમાં બાળકને વાઇરલ ઇન્ફેકશન હોવાનું કહેતા એડમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી. વાલી ધ્વારા બાળકના સારા સ્વાસ્થને લઇ બાળકને જનરલ રૂમમાં એકથી બે કલાક માટે એડમિટ કરવામાં આવ્યુ હતુ. ૩ દિવસ રોજ ૧ થી ૨ કલાક જનરલ રૂમમાં સવારે એડમિટ થતા પછી પોતાના બાળકને લઇ ઘરે લઇ જતા રહેતા હતા. દરમ્યાન બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવતા રૂમનું ભાડુ ૩ હજાર કહેતા વાલી હચમચી ગયા હતા. જનરલ રૂમનું ૨ કલાકનું ભાડુ ૧ હજારતો પ્રાઇવેટ રૂમનું ભાડુ શું હશે ? ડોક્ટર ને પૂછતાં ડૉક્ટર પોતાનો લૂલો બચાવ કરી રોજ મારો સ્ટાફ સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે. હું કોરોનાનું પી.પી.શુટ પહેરૂ છું. મારો સ્ટાફ ૪૫૦ નો માસ્ક પહેરે છે. સ્ટાફને પગાર ક્યાંથી આપવાનો અને બીમાર બાળકના વાલીને સેનેટાઇઝના બોક્સ બતાવી મારો ખર્ચો ક્યાંથી કાઢવાનો કહેતા વાલી મૂર્ખ બનેલ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ડોક્ટર પોતે સમાજ સેવાના નામે ગરીબ લોકોને લૂંટતા હોય છે. ડોક્ટર બીમારીનો ફાયદો ઉપાડી રીતસર લૂંટતા જોઈ વાલીએ નારાજગી વ્યક્ત કરી હતી. કોરોના વાઇરસની મહામારી માં કેટલાક સેવાભાવી ડોક્ટરો ફ્રીમાં પોતાની સેવા આપતા હોય છે. લોકો  ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે. ત્યારે આવા લાલચી ડોક્ટરો તબીબો સામે પગલા ભરવા માંગ કરી છે.

Post Top Ad