મોડાસા શહેરની કન્ટેન્ટમેન્ટ ઝોનની ૨૭ સોસાયટીઓના ૪,૦૦૦ ઘરોને સેનિટાઇઝ કરાયા - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મોડાસા શહેરની કન્ટેન્ટમેન્ટ ઝોનની ૨૭ સોસાયટીઓના ૪,૦૦૦ ઘરોને સેનિટાઇઝ કરાયા

કેતન પ્રણામી અરવલ્લી



            અરવલ્લી જિલ્લામાં ગ્રામિણની સાથે મોડાસા શહેર પણ કોરોનાની અસર તળે આવી જતાં મોડાસા શહેરમાં ૨૩ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેને લઇ નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે સેનિટાઇઝેશનની પ્રવૃતિ હાથ ધરી છે.
મોડાસા શહેરમાં કોરોના પોઝિટીવનો પ્રથમ કેસ મળી આવ્યા બાદ તેના નજીકના સંપર્કમાં આવનાર પર કોરોનાથી સંક્રમિત થયા જેને લઇ અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા આ વિસ્તારોને કન્ટેન્મેનટ ઝોન જાહેર કરાયો. આ વિસ્તારના લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે નગરપાલિકાએ આ વિસ્તારમાં સેનિટાઇઝેનની પ્રક્રિયા હાથ ધરી છે.
મોડાસા શહેરની કન્ટેન્ટમેન્ટ વિસ્તારને સંપૂર્ણપણે સેનીટીઇંઝેશન કરવા માટે બે ફોગર મશીન,  મીની ફાયર ફાયટર, જેટીંગ મશીન તથા ટ્રેકટરના ઉપયોગથી શહેરની ૧૯ થી વધુ સોસાયટીઓને આવરી લેવામાં આવી છે. જેમાં વસવાટ કરતા ૪,૦૦૦  લોકોને  આરોગ્યની દરકાર રાખવામાં આવશે.
નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જીજ્ઞેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં સેનિટાઇઝની સાથે હોમ ડિલીવરી પણ શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

Post Top Ad