કેતન પ્રણામી અરવલ્લી
કોરોના મહામારીને લઈને લોકડાઉન ૧૭ મે સુધી યાથવત રહેતા પોલીસતંત્ર લોકડાઉનની અમલવારી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કમરકસી રહી છે બીજીબાજુ બુટલેગરો પોલીસતંત્રની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ઉત્તર ભારતના રાજ્યોમાંથી કન્ટેનર અને વિવિધ વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અરવલ્લી જીલ્લાના શામળાજી, ભિલોડા અને મેઘરજના રાજસ્થાન રાજ્યને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ઠાલવી કટિંગ કરી ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે.
દારૂ કટિંગનો ધંધો કરતા બુટલેગરો પોલીસ પર હુમલો કરતા પણ ખચકાતા નથી. ભિલોડાના ડોડીસરા ગામના કુખ્યાત અને પોલીસ પર રેડ કરવા ટેવાયેલા સુકો ઉર્ફે ભંવરલાલ બાબુભાઇ ડુંડના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવામાં આવ્યો હોવાની બાતમી ભિલોડા પોલીસને મળતા નવનિયુક્ત ડીવાયએસપી ભરત બસિયા, ભિલોડા પોલીસ, એસઓજી અને પેરોલ ફર્લો પોલીસે સંયુક્ત રેડ કરી ૭.૩૪ લાખનો વિદેશી દારૂ સાથે ૧૮.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગરના સાગરીતને ઘરે થી ૩૬ હજારનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂત ને ડોડીસરના માથાભારે બુટલેગર સુકા ઉર્ફે ભંવરલાલ ડુંડના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠલવાયો હોવાની બાતમી મળતા બુટલેગરે અગાઉ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરેલ હોવાની સાથે અંતરિયાળ વિસ્તારમાં હોવાથી પોલીસતંત્ર કોઈ રિસ્ક લેવા ન માંગતા ડીવાયએસપી ભરત બસિયા,એસઓજી પીઆઈ ભરવાડ પેરોલ ફર્લો પીએસઆઈ સીસોદીયા , ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત રેડ કરી બુટલેગરના ઘર આગળ પાર્ક કરેલ બે પીકપડાલા,વર્ના કાર,અને ઘર આગળ બનાવેલ ઢાળિયામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૩૬ કીં.રૂ.૭૩૪૦૦૦/- તથા મુદ્દામાલ મળી કુલ રૂ.૧૮૩૫૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરના સાગરીત માયકલ નગીનભાઈ ડામોરના ઘરેથી બિયારણ બોટલ-ટીન નંગ-૩૩૬ કીં.રૂ.૩૬૦૦૦/- નો જથ્થો જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. લોકડાઉનમાં હરિયાણાના બુટલેગર ત્રણ કન્ટેનર દારૂ શામળાજી પંથકમાં ઠાલવ્યો હોવાની ચર્ચા અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. પરપ્રાંતીય અને રાજ્યના ગાંધીનગર સુધી પહોંચ ધરાવતા બુટલેગરો હપ્તારાજની આડમાં અરવલ્લી જીલ્લાના માર્ગે દર મહિને લાઈનો ચલાવી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી છે ત્યારે લોકડાઉનમાં વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા બોલતા બુટલેગરોએ આવશ્યક ચીજ વસ્તુઓની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ છે. ત્યારે શામળાજી પંથકમાં લોકડાઉનના સમય દરમિયાન હરિયાણાના એક બુટલેગર ત્રણ કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી ઠાલવ્યો હોવાની અને સ્થાનિક બુટલેગરો સાથે રાખી કટિંગ કરી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યના બુટલેગરો ત્યાં ઠાલવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે લાખ્ખો- કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઠલવાય અને રાજ્યમાં જે તે બુટલેગરને પહોંચી પણ જાય અને અરવલ્લી પોલીસને ગંધ સુદ્ધાં ન આવે તે નવાઈ ઉપજે તેવી વાત છે..!