શામળાજી નજીક ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કરતા ઘર્ષણ: ૩ પોલીસકર્મી ઈજાગ્રસ્ત - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

શામળાજી નજીક ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કરતા ઘર્ષણ: ૩ પોલીસકર્મી ઈજાગ્રસ્ત

કેતન પ્રણામી અરવલ્લી 


અરવલ્લી જીલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો હોવાથી લોકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં આવી પહોંચતા પ્રશાસન તંત્રે તમામ શ્રમિકોને શેલ્ટરહોમમાં રાખી તબક્કાવાર તેમના વતનમાં મોકલી આપવા તજવીજ હાથધરી છે. શામળાજી નજીક શેલ્ટરહોમમાં રાખેલા ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવાની માંગ સાથે હોબાળો કરી શેલ્ટરહોમ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરતા પોલીસકર્મીઓ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત બન્યા હતા. શેલ્ટરહોમમાં શ્રમિકોના પથ્થરમારાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો શેલ્ટરહોમમાં પહોંચી સ્થિતિને કાબુમાં લઇ પરપ્રાંતીય શ્રમિકોને સમજવા તજવીજ હાથધરી હતી.કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે ગુજરાત બહાર ફસાયેલા લોકોને પરત લાવવાની તેમજ ગુજરાતમાં ફસાયેલા લોકોને તેમના વતન મોકલવાની કામગીરી હાથ ધરી છે. તેમ છતાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી રહી હોય તેમ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે.

અરવલ્લીના શામળાજી નજીક ઉભા કરાયેલ શેલ્ટર હોમમાં શ્રમિકોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસતંત્ર અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પથ્થરમારામાં ૩ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. એક પરપ્રાંતીય શ્રમિકને પણ ઈજાઓ પહોંચી હતી.

Post Top Ad