અરવલ્લીમાં આશ્રિત બનેલા ૪૯ છત્તીસગઢવાસીઓને વતન રવાના કરાયા ધનસુરામાંથી ૩૬ અને મોડાસાથી ૧૩ લોકોને બસ મારફતે મહેસાણા મોકલાયા - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લીમાં આશ્રિત બનેલા ૪૯ છત્તીસગઢવાસીઓને વતન રવાના કરાયા ધનસુરામાંથી ૩૬ અને મોડાસાથી ૧૩ લોકોને બસ મારફતે મહેસાણા મોકલાયા

કેતન પ્રણામી અરવલ્લી 


 સમગ્ર દેશ કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો  જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા રાજ્યસરકાર દ્વારા પરપ્રાંતીય લોકોને રવિવારનારોજ  પોતાના વતન એસ.ટી બસ મારફત રવાના કર્યા હતા.
 



અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતુંકે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે જિલ્લાઓમાં રોકાયેલા શ્રમિકોને પોતના વતન જવાની પરવાનગી અપાઇ છે ત્યારે છત્તીસગઢ રાજયના ૪૯ લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા આરોગ્ય ચકાસણી, ફ્રૂડ પેકેટ તથા પાણી  સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. 
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ૩૬ તથા મોડાસમાં ૧૩ મળી કુલ ૪૯ છત્તીસગઢ વાસીઓને બે બસમાં મારફતે મહેસાણાના રેલવે સ્ટેશન સુધી મુકી આપવામાં આવ્યા હતા જયાંથી ટ્રેન મારફતે પોતાના વતનમાં પરત ફરશે.

Post Top Ad