અમદાવાદથી વાત્રક ખસેડાયેલા બાયડના લાંક ગામના યુવકને કોરોના પોઝિટિવ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અમદાવાદથી વાત્રક ખસેડાયેલા બાયડના લાંક ગામના યુવકને કોરોના પોઝિટિવ

કેતન પ્રણામી અરવલ્લી


ગુજરાતના મોટા મોટા શહેરો બાદ અનેક જિલ્લાઓને લપેટીને કોરોના વાઈરસે જાણે અરવલ્લીને સકંજામાં લીધો હોય તેમ એક પછી એક પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ ભિલોડાની વૃધ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓનું મોત પણ નિપજી ચુક્યું છે. બાદમાં અરવલ્લી જિલ્લામાં એક સાથે ૧૫ કેસ જુદા જુદા વિસ્તારોમાં નોંધાયા હતા. આ તમામની ટ્રાવેલીંગ હિસ્ટ્રી હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે. ત્યારે દિવસેને દિવસે કેસમાં વધારો થતો હોય તેમ લાગી રહ્યું છે. રવિવારના રોજ જિલ્લાના બાયડ તાલુકાના લાંક ગામના એક ૩૮ વર્ષિય યુવકને કોરોના


પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં ૨૦ કેસ પોઝિટિવ આંકડો થયો છે. અત્યાર સુધી જિલ્લામાં જે પણ કેસ બહાર આવ્યા છે તે તમામની ટ્રાવેલીંગ હિસ્ટ્રી છે. જિલ્લામાં કોઈ લોકલ હિસ્ટ્રીમાં કેસ હોય તેવું બહાર આવ્યું નથી. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, ભિલોડા, બાયડ તેમજ ધનસુરા પાંચ તાલુકામાં કોરોનાએ હડકંપ મચાવ્યો છે.અરવલ્લી જિલ્લામાં કુલ ૨૦ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં અગાઉ ૭૦ વર્ષના વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૮ કેસમાંથી ૧૧ દર્દઓએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના ઘરે પણ જતા રહ્યા છે અને હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે રવિવારના રોજ બાયડ તાલુકાના લાંક ગામે એક નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં હાલ જિલ્લામાં ૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Post Top Ad