અરવલ્લીમાં લોકડાઉનમાં એક મામલતદારનો પાન ખાવાના શોખથી પાન પાર્લર ધારકને રોજ પાન બનાવી ખવડાવાનો આદેશ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લીમાં લોકડાઉનમાં એક મામલતદારનો પાન ખાવાના શોખથી પાન પાર્લર ધારકને રોજ પાન બનાવી ખવડાવાનો આદેશ

કેતન પ્રણામી અરવલ્લી



          સમગ્ર વિશ્વ સહિત અરવલ્લી જિલ્લાને કોરોના વાઈરસે ઝપેટમાં લીધો છે. જેના પગલે લોકડાઉન છેલ્લા ૪૭ દિવસથી ચાલી રહ્યું છે. જેમાં જીવન જરૂરિયાત સીવાયના દરેક વેપારધંધા બંધ રાખવા માટે હુકમો કરાયા છે.

ત્યારે જેને પાન મસાલાનું વ્યસન છે તેઓ માટે ભારે આપત્તિ આવી હોય તેવી સ્થિતિ પેદા થઈ છે કેટલાક વ્યસનીઓ આત્મહત્યા પણ કરી રહ્યા છે. હાલ પાન, મસાલા, ગુટખા, તમ્બાકુ, સિગારેટ ૧૦ ગણા ભાવે લાલચુ વેપારીઓ વેચી રહ્યા છે. ત્યારે વ્યસનીઓ માટે આફત પેદા થઈ છે..પ્રાપ્ત માહિતી અનુસાર,કોરોનાના પગલે હાલમાં જીવન જરૂરિયાત સીવાયના વેપારધંધા સંક્રમણ ન વધે તે હેતુથી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પાન મસાલાના રસીયાઓની મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને ૧૦ ગણા ભાવે બંધ બારણે વેચાણ થઈ રહ્યું છે. ત્યારે કેટલાક અધિકારીઓને પણ વ્યસન હોવાથી પોતાની વ્યવસ્થા કરી લીધી હોવાની વાતોએ જોર પકડ્યું છે. જાણવા મળ્યા મુજબ જિલ્લાના એક મામલતદારને પાન ખાવાનો ભારે શોખ છે પરંતુ લોકડાઉનના પગલે ક્યાંય પણ પાન મળતાં ન હોવાથી મામલતારે પોતાની વગનો ઉપયોગો કરીને એક પાનના ગલ્લાવાળાને પાનનો આખેઆખો કરંડીયો લાવી દીધો છે અને રોજ પાન બનાવીને ખવડાવવા માટે જણાવ્યું હતું. એક તરફ જીવન જરૂરીયાતની ચીજો માટે પાસ લેવા વેપારીઓ કરગરી રહ્યા છે અને બીજુ બાજુ અધિકારીઓને પાન મસાલા તમાકુ માટે ખાસ ગોઠવણ થઈ જતી હોવાનું ધ્યાને આવ્યું છેઆ લોકડાઉનમાં જેની પાસે નાણાં છે તે અનેક ગણા રૂપિયા ચુકવીને પણ પોતાના વ્યસનો સંતોષી રહ્યા છે જ્યારે જેની પાસે નાણાં નથી અને વ્યસન છે તેઓ માટે ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલીક વસ્તુ ચોપડે નોંધાતી નથી પરંતુ ક્યાંક તો તમ્બાકુના ખેતરમાંથી કેટલાય લોકો તમ્બાકુના પાન તોડી ગયા હોવાની વાત પણ જાણવા મળી હતી. આ લોકડાઉનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે લોકો હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે ઉચ્ચ પદો ઉપર બેઠેલા અધિકારીઓ મસાલા ઘસતા જોવા મળી રહ્યા છે. અને એમને અવિરત પુરવઠો મળતો રહે એ માટે કેટલાક વહીવટદારો સતત ચિંતા કરતા પણ જણાયા છે..તેવામાં અરવલ્લી જિલ્લાના એક મામલતદારને પાન ખાવાનું વ્યસન છે પરંતુ લોકડાઉનના પગલે પાન મળતા ન હોવાથી એક પાનપાર્લર વાળને આખો પાનનો કરંડીયો મંગાવી આપવાનો આદેશ કરતા પાનનો આખો કરંડીયો મંગાવી આપ્યો તેમ છતાં પાર્લર વાળની મુસીબત ઓછી થયી ન હોતી મામલતદારે પાનપાર્લર વાળાને રોજ પાન બનાવી ખવડાવવાનો આદેશ કરતાં પાન પાર્લરવાળો પણ મામલતદારની આદતથી તોબા પોકારી ઉઠ્યો છે અગમ્ય કારણોસર પાન પાર્લરવાળો મામલતદારના આદેશ ને ઠુકરાવી પણ શકતો ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Post Top Ad