અરવલ્લી માં વધુ એક કેસ કોરોના પોઝિટિવ મોડાસાના અર્બન હેલ્થ સેન્ટરમાં ટીબી ટેકનીશીયન યુવતી કોરોનામાં સપડાઈ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લી માં વધુ એક કેસ કોરોના પોઝિટિવ મોડાસાના અર્બન હેલ્થ સેન્ટરમાં ટીબી ટેકનીશીયન યુવતી કોરોનામાં સપડાઈ

કેતન પ્રણામી અરવલ્લી



અરવલ્લીમાં કોરોના વોરિયરને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય કર્મચારીઓ અને લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા ટીબી વિભાગમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતી ૨૪ વર્ષિય મહિલા કર્મચારી સંક્રમણનો ભોગ બની હતી.અરવલ્લીમાં કોરોના ધીમી અને મક્કમ ગતીથી પોતાની ભયાવહ જાળ પ્રસરાવી રહ્યો છે. ૨૪ કલાકના વિરામ બાદ હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહેલા મોડાસામાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ આવતા ચિંતામાં વધારો થયો છે.

વધુમાં કોરોનાગ્રસ્ત આ યુવતી આ મહામારીમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવે છે ત્યારે જીવના જોખમે ફરજ બજાવતી આ યુવતીના અજાણતાં જ સુપર સ્પ્રેડર બનવાને લઈને ચિંતાઓ પ્રવર્તે છે. મોડાસાના ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતી આ યુવતીને કોરાના પાઝિટિવ આવતા વિસ્તારમાં અને શહેરમાં ચિંતા અને ફફળાટ ફેલાઓ છે. આ સાથે મોડાસા શહેરમાં કુલ કોરાના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૪ થઇ છે. અને જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને ૭૭ થઈ છે.

Post Top Ad