કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં શરૂઆતમાં વ્યાપેલા કોરોના વાયરસના સંક્રમણને લઇ ગામ અને શહેર બંને વિસ્તારમાં અસર જોવા મળી હતી. જેને લઇ અરવલ્લી જિલ્લાના ગામડાઓ સ્વંય રીતે લોકડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં બે કેસ મળી આવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૫૩એ પંહોચ્યો છે. જયારે મોડાસા શહેરમાં જ ૨૩ કેસ નોંધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધી મળી આવેલા કોરોના પોઝીટીવ ગામ અને વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોનમાં આરોગ્યની ૩૧૨ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી સધન બનાવાઇ છે. જેમાં ૧૯,૧૭૬ ઘરોના ૯૬,૧૯૧ લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ ૨૪ લોકોના સેમ્પલનો રીપોર્ટ બાકી છે. જેને લઇ ૨૬૯૨ હોમ કોરેન્ટાઇન કરાયા છે
જિલ્લામાં ૧૭ દર્દીઓ કોરોનામુક્ત બનતા રજા અપાઇ હતી ત્યારે બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ ૨૯ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ૨૮ મળી કુલ ૫૭ કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, આ ઉપરાંત વાત્રકમાં ૩ અને મોડાસના ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોવિડ કૅર સેન્ટરમાં એક મળી કુલ પાંચ દર્દીને સારવાર હેઠળ છે.
જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોઇએ તો અરવલ્લી જિલ્લામાં બાયડમાં ૭, ભિલોડામાં ૧૩, મેઘરજમાં ૯, ધનસુરામાં- ૭, મોડાસા તાલુકામાં ૧૭ જયારે મોડાસા શહેરમાં ૨૩ મળી કુલ- ૭૬ પોઝીટીવ દર્દીઓ જિલ્લામાં નોંધાયા છે