કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જીલ્લાની રતનપુર, ઉંડવા,રેલ્લાવાડા ચેકપોસ્ટ અને જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે. જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં ટ્રક માંથી ૧૩.૪૦ લાખનો દારૂ ઝડપ્યાના ગણતરીના કલાકોમાં ઝેન એસ્ટિલો કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરને દબોચી લઈ કારમાંથી રૂ.૮૫૫૦૦/- નો દારૂ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સાંભળતાની સાથે બુટલેગરો સામે લાલ આંખ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. રાજસ્થાન ઉદેપુરનો રાજમાલ માંગીલાલ સાલ્વી નામનો બુટલેગર ઝેન એસ્ટિલો કારમાં વિદેશી દારૂ ભરી ચિલોડામાં અમદાવાદના બુટલેગરને ડીલેવરી આપવા નીકળ્યો હતો. શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં કારની શંકાસ્પદ ઝડપ જોઈ અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ-૧૯૯ કીં.રૂ.૮૫૫૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૨૩૮૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર કાર ચાલક રાજમાલ માંગીલાલ સાલ્વી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.