રાજસ્તાન માં કોરોના કેસ વધતાં ફરી રાજસ્થાન સરકારે તમામ શરહદો શીલ કરવાનો નિર્ણય:રતનપુર બોર્ડર શીલ કરાઈ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

રાજસ્તાન માં કોરોના કેસ વધતાં ફરી રાજસ્થાન સરકારે તમામ શરહદો શીલ કરવાનો નિર્ણય:રતનપુર બોર્ડર શીલ કરાઈ

કેતન પ્રણામી અરવલ્લી

                 રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો ૧૧ હજારને વટાવી દીધો છે. જેમાં કોરોનાના લીધે ૨૫૬ લોકોનાં મોત નિપજતા સતત કોરોના પોઝેટીવ કેસ વધતા રાજસ્થાન સરકારે ૭ દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની સીમાઓ અડે છે ગુજરાતને અડીને આવેલી રાજસ્થાન રાજ્યને જોડાતી તમામ સરહદો સીલ કરવા પોલીસતંત્રએ ગતિવિધિ તેજ કરી દીધી છે.


ડુંગરપુર પોલીસે શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર સહીત અન્ય સરહદો સીલ કરી દેતા રાજસ્થાન સરકારે લીધેલ નિર્ણય થી રાજસ્થાનની બહાર ગયેલા અને રાજસ્થાનમાં પ્રવેશેલા લોકો માટે મુશ્કેલી સર્જી શકે છે. રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાંથી રાજસ્થાન જનારા લોકોને પણ હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે.
           
કોરોનાના વધતા ચેપને કારણે રાજસ્થાન સરકારે ૭ દિવસ માટે બોર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકારના આદેશ મુજબ બહારના રાજ્યોથી આવતા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. એક માત્ર પાસ દ્વારા જ રાજસ્થાનમાં પ્રવેશ કરી શકાશે. તબીબી ઇમરજન્સીના કિસ્સામાં કલેક્ટર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવશે તો જ રાજ્ય બહાર જવા મળશે  ગુજરાત રાજ્યને અડીને આવેલી સરહદો પર રાજસ્થાન પોલીસતંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ અધિકારીઓ અને પોલીસકર્મીઓને ખડકી દેવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાંથી રાજસ્થાન જનારા લોકોને પણ હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે, રાજસ્થાનમાં રોડથી પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને લઈને રાજસ્થાન જનારા લોકોને અપીલ છે કે, રાજસ્થાન સરકારના સંબધિત અધિકારી અથવા કલેકટર પાસેથી પ્રવેશપત્ર મેળવ્યા પછી જ મુસાફરી કરવાની રહેશે.રાજસ્થાન સરકારે બોર્ડરો સીલ કરી દેતા રાજસ્થાન જનારાઓને અવરજવર માટેની મંજૂરી આપવાનું ગુજરાત સરકારે બંધ કરી દીધું છે.

Post Top Ad