શામળાજી પોલીસે ટ્રકમાં ડાંગરના ભૂંસાની આડમાં ભરેલા ૧૦.૨૯ લાખના દારૂ સાથે ૧ ઝડપ્યો - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

શામળાજી પોલીસે ટ્રકમાં ડાંગરના ભૂંસાની આડમાં ભરેલા ૧૦.૨૯ લાખના દારૂ સાથે ૧ ઝડપ્યો

કેતન પ્રણામી અરવલ્લી


            બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા સિલ્ક રૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી રાજ્યમાં દારૂ ઠાલવવા મરણીયા બન્યાં છે.


શામળાજી પોલીસે બુટલેગરોનો વિદેશી દારૂ ઘુસાડવાનો વધુ એક કિમીયો નિષ્ફળ બનાવી ટ્રકમાંથી ડાંગરના ભૂંસાની આડમાં સંતાડેલા રૂ.૧૦.૨૯ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોદીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂબંધી કહેવા પૂરતી રહી ગઈ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ કે. કે. રાજપુત અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલા અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજ્સ્થાન બાજુથી ડાંગરનું ભુસુ ભરી આવતા ટ્રક (ગાડી.નં-RJ.19.GA.3035) ની શંકાસ્પદ ઝડપ જોઈ પોલીસે અટકાવી તલાસી લેતા ડાંગરનું ભુસુ હટાવતા ટ્રકમાં ભરેલી વિદેશી દારૂની પેટી-૨૬૮ કુલ બોટલ નંગ-૩૨૧૬ કીં .રૂ.૧૦૨૯૧૨૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક, મોબાઈલ -૨ મળી કુલ રૂ.૨૦૩૨૬૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ઉધરામ હરજીરામ બિશ્નોઇ (રહે, ભાટીપ, ઝાલોર- રાજસ્થાન)ની ધરપકડ કરી ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Post Top Ad