મોડાસા ટાઉન પોલીસે ડુઘરવાડા રોડ પર આવેલ સહારા સોસાયટી પાછળ ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા ૪ શકુનિઓને દબોચ્યા :રૂ.૧૧૨૦૦ રોકડ રકમ જપ્ત - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મોડાસા ટાઉન પોલીસે ડુઘરવાડા રોડ પર આવેલ સહારા સોસાયટી પાછળ ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા ૪ શકુનિઓને દબોચ્યા :રૂ.૧૧૨૦૦ રોકડ રકમ જપ્ત

કેતન પ્રણામી અરવલ્લી


                લોકડાઉન અનલોક થતાની સાથે ગેરકાયદેસર પ્રવૃતિઓએ માજા મૂકી છે અરવલ્લી જીલ્લાના વડા મથક મોડાસા શહેરના ડુઘરવાડા રોડ પર આવેલ સહારા સોસાયટી પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી ટાઉન ઇન્ચાર્જ પીએસઆઈ રાઠોડને મળતા તાબડતોડ રેડ કરી જુગાર રમતા બે શખ્શોને રૂ.૧૧૨૦૦/- ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસ રેડ જોઈ ફરાર થઈ ગયેલા બે શકુનિઓને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટાઉન પોલીસે જુગારીઓ સામે લાલ આંખ કરતા  જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મોડાસા શહેરમાં દેશી-વિદેશી દારૂનો વેપલો, જુગારધામ અને વરલી મટકાની બદીએ માજા મૂકી છે મોડાસા ટાઉન પી.આઈ સી.પી.વાઘેલા રજા પર ઉતરતા ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ પી.ડી.રાઠોડ સોંપવામાં આવ્યો છે મોડાસાની સહારા સોસાયટી પાછળ આવેલ ખેતરમાં છેલ્લા કેટલાક સમયથી જુગારીઓએ અડ્ડો જમાવ્યો હોવાની બાતમી મળતા પીએસઆઈ રાઠોડે તેમની ટીમ સાથે રેડ કરતા ઝાડ નીચે ખુલ્લામાં હાર-જીત નો જુગાર રમતા ચાર જુગારીઓમાંથી ૨ જુગારીઓ ફરાર થઈ જતા ટાઉન પોલીસે સ્થળ પરથી ૧)બાબુ કાળા મોડાસિયા ૨) રૌશનશા ફબાતીશા દિવાન (બંને રહે,પુંજીલાલ સોસાયટી) ને દબોચી લઈ રૂ.૧૧૨૦૦/-રોકડા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી પોલીસરેડ જોઈ રફુચક્કર થઇ ગયેલા ૧)જાવેદ ઉર્ફે જદ્દુ જીવા મલેક (રહે.સહારા સોસાયટી મિલ્લત નગર) અને ૨) ઈમ્તિયાઝ કાળુ માલપુરીયા.રહે.મખદુમ સોસાયટી) ને ગણતરીના કલાકોના ઝડપી પાડી ૪ શકુનિઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Post Top Ad