કેતન પ્રણામી અરવલ્લી
શામળાજી પોલીસે છેલ્લા ૩ વર્ષમાં ઝડપેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે તંત્રમાં મંજૂરી માંગી હતી પરંતુ કોરોનાના લૉકડાઉનના કારણે આ કામગીરી શક્ય બની નહોતી ત્યારે તંત્રની મંજૂરી મળતા લૉકડાઉન ખૂલતા જ ૮ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવી કામગીરીનું મહૂર્ત કર્યુ હતું.
શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાાનો પકડેલા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આાવે છે.ઝડપી પાડેલા મોટા પ્રમાણમાં દારૂને સાચવવા માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે સતત વિદેશી દારૂ ઝડપાતા ગોડાઉનમાં પણ પૂરતી જગ્યાના અભાવે દારૂનો જથ્થો વાહનોમાં જ સીલ કરી પોલીસ લાઈનોમાં વાહનો ખકડી દેવામાં આવતા હોય છે.શામળાજી પોલીસે વર્ષ-૨૦૧૭ થી ૨૦૨૦ સુધી પ્રોહીબીશનના ૨૮૪ ગુન્હામાં જપ્ત કરેલ બોટલ-બિયર ટીન કુલ નંગ-૩,૨૧,૧૫૩ કીં રૂ.૮,૫૪,૫૫,૯૫૫ /-નો જથ્થો નાશ કરવા જીલ્લા પોલીસતંત્રએ મંજૂરી માંગતા પોલીસ સ્ટેશનમાં ઉભરાઈ રહેલા આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી.ઓ માં હાશકારો ફેલાયો હતો સોમવારના રોજ રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલા સેલટેક્ષની ચેકપોસ્ટ સામેના ખુલ્લા મેદાનમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના અધધ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં વિદેશી દારૂની બોટલનો કચ્ચરઘાણ નીકળતા દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા. ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવાય છે. અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાની સાથે જીલ્લામાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસરક દારૂનો વેપલો થાય છે છેલ્લા ત્રણ વર્ષમાં શામળાજી પોલીસે રેડ તેમજ અન્ય કામના ગુનામાં ઝડપેલો આ અધધ જથ્થો રાજ્યની સુવાળી દારૂબંધીની ચાડી ખાય છે. આ સાથે જ સત્તાધીશોને પણ સવાલ કરે છે કે દારૂબંધી છે તો આ દારૂ આસમાનમાંથી ગુજરાતમાં આવી ગયો હશે? ખેર આ મામલે પોલીસ ઘણી જાગૃત છે નહીંતર આટલો મોટો જથ્થો ઝડપાવો પણ શક્ય નથી.