અરવલ્લીમાંથી તીડનું જોખમ ટળ્યું:ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડના નિયંત્રણ માટે કૃષિ વિભાગ ૧૦ ટીમો સાથે સજ્જ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લીમાંથી તીડનું જોખમ ટળ્યું:ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડના નિયંત્રણ માટે કૃષિ વિભાગ ૧૦ ટીમો સાથે સજ્જ

કેતન પ્રણામી અરવલ્લી

             આંતરરાષ્ટ્રીય સરહદેથી પ્રવેશલા તીડ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કર્યો હતો. જેને ખેડૂતોને રણતીડની નિયત્રણ અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં તીડના ટોળા આવી શકે તે શક્યતાને ધ્યાને લઇ, કૃષિ વિભાગ સજ્જ બન્યુ છે ત્યારે સોમવારે ભિલોડા તાલુકાના શંકરાપુરા કંપા, કલ્લેકા, રિંટોડા, વસાઈ, જેસિંગપુરા, ડોડીસરા, ઓડ અને વસાયા ગામમાં જોવા મળ્યા હતા, જેને લઇ જિલ્લા ખેતીવાડી વિભાગે આગોતરા આયોજનના ભાગરૂપે ભિલોડા ૧૦ ટીમો બનાવી રણતીડના નિયંત્રણ અંગેની કામગીરી દ્વારા શરૂ કરી હતી જેમાં ૧૦૦ લીટર દવાના મિશ્રણ સાથેના ૮થી વધારે સ્પ્રેયર પંપ, જો ઉંચાણવાડા વિસ્તારમાં તીડ વિસામો કરે તો નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા દવા છંટકાવની તૈયારી, તેમજ જો વન વિસ્તારમાં તીડ રોકાય તો વનવિભાગની ટીમ સહિત ગ્રામસેવકોની ટીમને સજ્જ રાખવામાં આવી છે. જોકે હાલના તબક્કે જિલ્લાના માથેથી તીડનું જોખમ ટળી ગયું છે ને રાજસ્થાની સરહદી વિસ્તાર તરફ ફંટાયા છે 
આ ઉપરાંત જો  ગામની સીમમાં તીડ જોવા મળે તો તે અંગેની માહિતી કૃષિ વિભાગના કંટ્રોલ રૂમ ૦૨૭૭૪- ૨૫૦૦૩૦ અથવા ૯૫૫૮૫૫૧૫૭૭ અને ૯૮૨૫૩૨૮૮૭૬ ઉપર જાણ કરવા જણાવાયું છે. 
તેમજ તાલુકાઓમાં જો તીડ જોવા મળે તો મોડાસામાં ૯૪૨૬૫૭૫૪૫૮ બાયડમાં૯૪૨૮૨૭૪૮૨૮ ભિલોડામાં૯૪૦૯૪૧૫૬૫૨ ધનસુરામાં ૯૪૨૭૬૨૭૪૫૭ મેઘરજમાં ૮૭૮૦૯૫૪૬૮૬ અને માલપુરમાં ૯૯૦૯૧૦૯૩૨૩ સંપર્ક સાધવા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે.

Post Top Ad