અરવલ્લીનું શામાળાજી મંદિર આજથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લીનું શામાળાજી મંદિર આજથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે

કેતન પ્રણામી અરવલ્લી

કોરોનાની મહામારીને લઇ સમગ્ર દેશ અને ગુજરાત લોકડાઉનને કારણે થંભી ગયુ હતું રોગનું સંક્રમણ ન વધે તે માટે કેન્દ્ર-રાજય સરકાર દ્વારા ધાર્મિક સ્થળો પણ બંધ કર્યા હતા. પરંતુ અનલોક-વનના પ્રારંભ સાથે સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તેવી તકેદારી સાથે ભક્તો માટે મંદિર ખુલ્લા મુકવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અરવલ્લીમાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીને પણ ખુલ્લુ  મુકાશે.



૨૧ માર્ચથી બંધ કરાયેલા મંદિર આજે તા. ૮ જૂન સોમવારના રોજ ભક્તો માટે કાળીયા ઠાકોરાના દ્વાર ખુલશે. જો કે તેની સાથે વહિવટીતંત્ર દ્વારા પણ ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.  જયાં મદિરના પ્રવેશદ્વાર પર ભક્તોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. સાથે હેન્ડ સેનેટાઇઝ કર્યા બાદ દ્વારની બહાર બૂટ-ચંપલ અલગ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં દર્શન કરતા પહેલા માસ્ક પહેરવું    ફરજીયાત કરાયું છે. આ સાથે મંદિરમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાય રહે તે માટે ખાસ સર્કલનું પણ નિર્માણ   કરવામાં આવ્યું છે.

Post Top Ad