હવે મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગનું કામ પણ પોલીસે કરવું પડશે..!! - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

હવે મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગનું કામ પણ પોલીસે કરવું પડશે..!!

કેતન પ્રણામી અરવલ્લી 



લૉક ડાઉનમાં અમલવારી માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ખડે પગે રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી હતી જે મોડાસા નગર પાલિકાને કદાચ ન દેખાયું હોય તેવું લાગી રહ્યું છે. અનલૉક-૧ માં રાજ્ય સરકારે છૂટછાટ આપતા મોટાભાગના તમામ ધંધા-રોજગાર શરૂ થઇ ગયા છે. રાજ્ય સરકારે ભલે રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી હોય,પરંતુ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પણ ફરજિયાત કર્યું છે. અને

ધંધા-રોજગારના સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી છે.મોડાસા શહેરમાં લારી-ગલ્લા તેમજ શાકભાજી વિક્રેતાઓ માસ્ક નહીં પહેરતા હોવાનું ધ્યાને આવતા પાલિકાની ટીમ દ્વારા દંડ વસૂલવાની કામગીરી કરાઇ હતી. આ કામગીરીમાં પણ પાલિકાની ટીમને પોલીસની મદદ લેવી પડતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. સેનેટરી વિભાગ ફરસાણની દુકાનમાં તપાસ અર્થે કે રેડ કરવા જાય ત્યારે પોલીસની મદદ નથી લેતી, અને શાકભાજીના વેપારીઓ પાસે દંડ ઉઘરાવવામાં પૉલિસની મદદ લઇ રહી છે, જે વાત સમગ્ર શહેરમાં ચર્ચાના ચગડોળે ચઢી છે. બીજીબાજુ નગરપાલિકા સેનેટરી વિભાગ કામગીરીમાં ઉણુ ઉતરતા પોલીસે નગરપાલિકા તંત્રની કામગીરીમાં જોતરાવું પડ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. હજુ પણ મોડાસા શહેરમાં ફેરિયાઓ જાણે તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ માસ્ક પહેર્યા વગર શાકભાજી-ફ્રૂટ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.હાલ લૉક ડાઉનના સમયમાં પૉલિસના જવાનો ખડેપગે રહીને લૉકડાઉનના ચુસ્ત અમલવારીમાં લાગી ગતી, અને હવે પાલિકાની ટીમ પૉલિસને સાથે રાખીને કામગીરી કરાવતી હોય તે કેટલે અંશે વ્યાજબી છે, તે કહેવું અઘરું છે. પાલિકાની સેનિટરી વિભાગની ટીમ મિઠાઇ ખાવા જાય તો ડાયાબિટીસ નથી થતી પણ મરચું ખાય તો તીખું લાગી જાય છે.

Post Top Ad