અરવલ્લી જીલ્લામાં સ્ટેટ વિજિલન્સે ધામા નાખતા શામળાજી પોલીસે ટ્રકમાંથી ૧૪.૩૦ લાખના દારૂ સાથે ટ્રક ડ્રાઈવરને દબોચ્યો :ભિલોડા પોલીસે ૧.૫ લાખનો દારૂ ઝડપ્યો - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ વિજિલન્સે ધામા નાખતા શામળાજી પોલીસે ટ્રકમાંથી ૧૪.૩૦ લાખના દારૂ સાથે ટ્રક ડ્રાઈવરને દબોચ્યો :ભિલોડા પોલીસે ૧.૫ લાખનો દારૂ ઝડપ્યો

કેતન પ્રણામી અરવલ્લી


          અરવલ્લી જીલ્લામાં સ્ટેટ વિજિલન્સે ધામા નાખતા સતત જીલ્લામાં ચાલતા દારૂના વેપલાનો પર્દાફાશ કરતા જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાં પૌષ્ટિક બ્રાન્ડ બેગની આડમાં ઘુસાડાતો વિદેશી દારૂના જથ્થા ૧૪.૩૦ લાખના દારૂ સાથે એક શખ્શને ઝડપી પડ્યો હતો.


ભિલોડા પોલીસે ડોડીસરા ગામના તળાવ નજીક ઝાડીઓમાંથી ૧.૫ લાખનો વિદેશી  દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે ધનસુરા તાલુકાના હરિપુરા કંપા નજીકથી સ્વીફ્ટ કારમાંથી ૧.૩૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સ્થાનિક પોલીસનું નાક વાઢી નાખ્યું હતું .શામળાજી પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા ટ્રકમાં હરિયાણા પૌષ્ટિક બ્રાન્ડની બેગ ભરી આવી રહેલા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રક (ગાડી. HR -74 -5253 ) માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૫૭૬ કીં.રૂ ૧૪૩૦૪૦૦/- તથા ટ્રક,પૌષ્ટિક આહાર બ્રાન્ડ બેગ-૫૦૦, મોબાઈલ-૧ અને રોકડ રૂપિયા.૧૬૦૦૦/- મળી કુલ રૂ.૨૫૫૬૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવર મુકેશ પ્રેમસિંહ પટેલ (રહે,ઇન્દોર,મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂનો જથ્થો ભરી આપનાર બુટલેગર અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અંગે તપાસ હાથધરી હતી.ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂત અને સ્ટાફે ડોડીસરા ગામના કુખ્યાત બુટલેગર નીતિન પાઉલ બળેવા વાળાએ ગામના ગુંદેડા તળાવની નજીક આવેલ ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂ ઠાલવ્યો હોવાની બાતમી મળતા તળાવની કિનારી આજુબાજુ તપાસ હાથધરાતા ઝાડીઓ વચ્ચે સંતાડીને રાખેલો વિદેશી દારૂની પેટી નંગ-૨૨ કીં.રૂ.૧૦૫૬૦૦/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ કરે તે પહેલા બુટલેગર ફરાર થઇ જતા ભિલોડા પોલીસે નીતિન પાઉલ બળેવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Post Top Ad