અરવલ્લી નવનિયુક્ત S.P સંજય ખરાટ બન્યા સાયબર ક્રાઈમ નો શિકાર :રાજ્યના અન્ય IPS અધિકારીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બન્યા - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લી નવનિયુક્ત S.P સંજય ખરાટ બન્યા સાયબર ક્રાઈમ નો શિકાર :રાજ્યના અન્ય IPS અધિકારીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બન્યા

કેતન પ્રણામી અરવલ્લી 



વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, થોડા સમય અગાઉ વિશ્વની નામાંકીત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી રાજ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ મથક ઉભા કરવામાં આવ્યા છે ત્યારે આજે અરવલ્લી નવનિયુક્ત એસપી સંજય ખરાટ સહીત રાજ્યના નિવૃત્ત આઈપીએસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ડી. બી. વાઘેલા)નું ફેક એકાઉન્ટ બનાવી હોવાનું બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.સાયબર ચોરે બંનેના નામે એકાઉન્ટ બનાવી અને તેમના સંખ્યા બંધ સંબંધી- મિત્રોને રિકવેસ્ટ મોકલી અને મેસેજ પણ કર્યા છે. કેટલાક મિત્રો અને સંબંધીઓને મેસેજ કરી ગુગલ પે અને પેટીએમ દ્વારા પૈસા મોકલવા કહેવામાં આવી રહ્યું છે. હાલ એસપી સંજય ખરાટે એફબીની મુખ્ય ઓફિસમાં જાણ કરી તાબડતોડ એકાઉન્ટ સપ્સેન્ડ કરાવી દીધું છે. પોલીસ અધિકારીઓના નામે એકાઉન્ટ બનાવી સાયબર ગુનેગારોએ


પોલીસને ચેલેન્જ ફેંકી છે. આ અંગે એસપી સંજય ખરાટના જણાવ્યા અનુસાર ગત રાત્રીએ તેમના નામનું કોઈ અજાણ્યા શખ્શે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના પિતાને રિકવેસ્ટ મોકલતા તેમના પિતાએ જાણ કરતા તેમના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી. સાયબર ચોરે તેમના ફોટો મૂકી ફેક એકાઉન્ટ બનાવી તેમના પરિવારજનો, મિત્રો અને અલગ અલગ લોકોને રિકવેસ્ટ મોકલી મેસેજ કર્યા હતા અને ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન મારફતે પૈસા મોકલવાનું પણ જણાવી રહ્યો હતો. તેઓએ તેમના ફેસબુક પર ફેક એકાઉન્ટનો ફોટો મૂકી અને પોસ્ટ લખી છે કે, મારા નામે ફેક એકાઉન્ટ છે, અજાણ્યાં વ્યક્તિએ કર્યું છે કોઈએ જવાબ આપવો નહીં. તેમજ ટ્વીટર અને વોટ્સઅપ સ્ટેટ્સ સહીત પર તેમના ફેક બનેલ ફેસબુક એકાઉન્ટ અંગે માહિતગાર કર્યા હતા. અરવલ્લી સાયબર ક્રાઈમમાં અરજી આપી છે અને આવતીકાલે ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાયબર સેલ કરવાની છે.ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના હાલમાં વડોદરામાં બની હતી. જ્યાં બાર એસોશિએશનના એક વકીલના નામે ફેક એકાઉન્ટ બનાવી અન્ય વકીલો પાસેથી તે ધૂતારો રૂપિયાની જરૂર હોવાનું કહી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કરતો હતો. જોકે એ ઘટનામાં પણ વકીલોએ તે ધૂતારાને ઓળખી પાડ્યો હતો અને સારો એવો પાઠ ભણાવ્યો હતો.

Post Top Ad