કેતન પ્રણામી અરવલ્લ
સમગ્ર ભારત દેશમા 21 ઓક્ટોમ્બર ના દિવસે પોલીસ શહીદ દિન અન્વયે શોક સલામી આપવામાં આવે છે તેમજ શહીદ થયેલા પોલીસ જવાનો ને યાદ કરવામાં આવે છે
આજ ના દિવસે હોટ સ્પ્રિંગ નામના સ્થળે ચીની ઘૂસણખોરો ને રોકવા માટે 17 જેટલા પોલીસ અધિકારીઓ 24 કલાક સુધી સંઘર્ષ કરી લડત આપી હતી જેમાં 10 જેટલાં પોલીસ જવાનો શહીદ થાય હતા. તેમજ ફરજ પર પોલીસકર્મી લોક સલામતી માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો હોય તેમના યાદ મા 21 ઓક્ટોમ્બરે પોલીસ શહીદ દિવસ તરીકે શોક સલામી આપવામાં આવે છે
ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ ભવન ખાતે દેશ અને લોક સલામતી માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર પોલીસ જવાનો ને શોક સલામી આપી તેમને યાદ કરવામાં આવ્યા હતા.
તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી ન્યૂ લીપ સ્કૂલ મોડાસામાં આયોજિત રકતદાન કેમ્પમાં કોરોના વાઇરસને લઈને સરકારની ગાઈડ લાઈન મુજબ દસ અંતર,માસ્ક અને સેનેટાઇઝર ના પાલન સાથે રકતદાન કેમ્પ યોજાયો હતો.મોડાસા,બાયડ,ભિલોડા ના પોલીસ જવાનોએ રકતદાન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પ્રમાણપત્ર,અને સેનેટાઇઝર કીટ આપવામાં આવી હતી.રકતદાન કેમ્પમાં અરવલ્લી જિલ્લાના પોલીસ અધિકારીઓ,પોલીસ કર્મીઓ,હોમગાર્ડ,TRB જવાનો,અરવલ્લી પોલીસ લાઈન બોય,પોલીસ ફેમિલી એ રકતદાન કરી 21 ઓક્ટોબર પોલીસ શહિદ દિન ની ઉજવણી કરી કોરોનાની મહામારીમાં રકતદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ ની ફરજ નિભાવી અરવલ્લી પોલીસે સરાહનીય કાર્ય કર્યું હતુ