I.P.L મેચ માં સટ્ટો રમતા-રમાડતા ચાર ઈસમને ભિલોડા ભૂતાવડ થી પકડી પાડતી ગાંધીનગર સાઇબર ક્રાઇમ પોલીસ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

I.P.L મેચ માં સટ્ટો રમતા-રમાડતા ચાર ઈસમને ભિલોડા ભૂતાવડ થી પકડી પાડતી ગાંધીનગર સાઇબર ક્રાઇમ પોલીસ

 કેતન પ્રણામી અરવલ્લી 


          આઈ.પી.એલ મેચો ચાલુ થતાની સાથે સટ્ટોડિયા સટ્ટો રમાડવા અને પોલીસ દ્વારા પકડી પાડવાના કિસ્સાઓ બહાર આવી રહીયા છે રાતો રાત અમીર બની જવાની લાલસા એ સટ્ટો રમતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા મા આઈ.પી.એલ મેચોના સટ્નો બીજો કેસ સામે આવતા સટ્ટોડિયા મા ફફડાટ વ્યાપિયો હતો.ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ના સ્ટાફ ને અંગત બાતમી હકીકત મળતા કે 



ભૂતાવડ  તા.ભિલોડ જી.અરવલ્લી ખાતે રહેત મીતેન રમેશભાઈ પરમાર (દરજી)

પોતાના કબ્જા ભોવાટા ના રહેણાક મકાનમા  કેટલાક માણસો સાથે ભેગા મળી હાલમાાં ચાલતી આઈ.પી.એલ ટી-૨૦ ક્રિકેટ મેચ ઓનલાઇન સટ્ટો રમી રમાડે  છે જેની  બાતમી હકીકતના આધારે પોલીસ 

સ્ટાફના  માણસો સાથે હકીકત વાળી  જગ્યાએ રેડ કરતા     ચાર (4) સટ્ટોડીયા ઝડપાયા હતા. 

    રાજસ્થાન રોયલ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલ 20-20 ક્રિકેટ મેચો ના જીવંતપ્રસારણ ઉપર સેશન તથા મેચની હાર જીતના દાવ ઉપર મોબાઈલ ફોન તેમજ લેપટોપ ઉપર પૈસાની હાર જીત નો ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા રમાડતા પોલીસે  રેડ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ક્રિકેટ સટ્ટા જુગારના સાહિત્ય મોબાઈલ ફોન નંગ -12 જેની  કિંમત રૂપિયા 12.800 તથા રોકડ રકમ રૂપિયા 13.385 ક્રિકેટ સટ્ટાની નોટબુકનંગ -4 મા હિસાબ લખેલો તથા બોલપેન નંગ -1 

તેમજ મોબાઈલ ચાર્જર કિંમત રૂપિયા 50 ટીવી કિંમત રૂ 10,000 તથા સેટઅપ બૉક્સકિંમત રૂ. 500 કેસિયો કંપની કેલ્ક્યુલેટ નંગ  1 કિંમત રૂ 50 જીઓ કંપની નું રાઉટર નંગ 1 કિંમત રૂ 200  તથા લિનોવો ક્લેપ્ટોપ કિબોડ તથા ચાર્જર સહીત કિંમત રૂ 10,000 તથા મારુતિ અર્ટિગા ગાડી 

રૂ 5, 00, 000. વિગેરે મળી કુલ મુદામાલ કિંમત 5,46,985 પકડી આગળ ની વધુ તપાસ હાથધરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ઝડપાયેલા ચારેય સટ્ટોડિયા મહારાષ્ટ્રમાં રહે છે

1. મીતેન રમેશભાઈ પરમાર, મૂળ ભુતાવડ ગામ

2. અર્જુન વિશ્વંભર શકારામ નાંદરે 3. આશિષ પુષ્કરભાઈ ભટ્ટ, (મૂળ,રહે ભેંશયાપૂર ટાવર પાસે, વિસનગર)4. કિશોર મનશુખલાલ શાહ( મૂળ,રહે.કામલીયા ભંડારીયા,પાલીતાણા)

Post Top Ad