મેઘરજના કોન્ટ્રાકટર યુવક કોરોનાગ્રસ્ત: જળ સંચયના કામકાજ દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યો યુવક - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મેઘરજના કોન્ટ્રાકટર યુવક કોરોનાગ્રસ્ત: જળ સંચયના કામકાજ દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યો યુવક

કેતન પ્રણામી અરવલ્લી


        અરવલ્લી જિલ્લામાં મજૂરોને રોજગારી આપવા માટે જળ સિંચનના કામગીરી કેટલાક લોકો અને કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલા છે. તેમાં કોરોના પોઝીટીવ આવેલ યુવક કોન્ટ્રાક્ટરો પાસેથી અથવા મજૂર મંડળીના નામે કામો કરવામાં આવે તે રાખતો હોય છે. ત્યારે મેઘરજનો પોઝિટિવ કેસ આવ્યો છે તે ભાઈ પોતે કોન્ટ્રાક્ટર હોવાથી એનું જળસંચયનું કામ (તળાવ ઊંડા કરવાનું) મેઘરજ તાલુકાના જાલમપુર ગામમાં ચાલતું હોવાથી આ યુવક છેલ્લા 4-5 દિવસથી આ ગામમાં હતો અને તેના સંપર્કમાં ૫૦ ટકા ગામ અને આજુબાજુના લોકો  આવ્યા હોવાથી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે અને આવી પરિસ્થિતિમાં આખુ ગામ અને આજુબાજુનો વિસ્તાર કોરોનાના ભરડામાં લેવાઈ જશે એવી દહેશત સેવાઈ રહી છે. આ સિવાયના જિલ્લામાં કેટલીક જગ્યાએ આ ભાઈએ પોતાની મશીનરીઓ જેસીબી ટ્રેકટર અને પાણીની ટેન્કરો ભિલોડા ધનસુરા સહિતના તાલુકાના કેટલાય ગામમાં કામ ચાલતા હોવાનું બહાર આવ્યું છે.


તેમજ સિંચાઈના અધિકારી કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે કેટલાક લોકો બીકના માર્યા તેમની હિસ્ટ્રી છુપાવી રહયા છે આવા તમામ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.ત્યારે આ કિસ્સામાં આરોગ્યતંત્રની ઘોર બેદરકારી દેખાઈ આવે છે. કોન્ટ્રાક્ટરે ૪ તારીખે કોરોના માટે સેમ્પલ આપ્યું હતું અને ૬ તારીખના રોજ સેમ્પલ પોઝિટિવ આવે છે. છતાં પણ તેને હોમ કોરોન્ટાઇન ન કર્યો અને જયારે રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટર ત્યાં તળાવ ઉપર જ્યાં કામ ચાલતું હતું ત્યાં જ હતો અને હાલ પોલીસ અને આરોગ્યની ટીમ પકડવા આવતા ફરાર થઈ ગયો છે. ત્યારે આ આખાય કેસમાં આરોગ્યતંત્રની લાલિયાવાડી છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું

Post Top Ad