મોડાસામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા કોરોના કહેર વચ્ચે અરવલ્લીનો કુલ આંકડો ૬૮ પર પહોંચ્યો - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મોડાસામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા કોરોના કહેર વચ્ચે અરવલ્લીનો કુલ આંકડો ૬૮ પર પહોંચ્યો

કેતન પ્રણામી અરવલ્લી


               જિલ્લામાં કોરોનાએ કહેર મચાવવાનો શરૂ કર્યો હોય તેમ દિવસેને દિવસે પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. પ્રથમ લોકડાઉનમાં જિલ્લો કોરોનાથી મુક્ત હતો પરંતુ ક્ર્મશઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત બુધવાર અને ગુરુવારના મળીને ૪૪ કેસ એકાએક સામે આવ્યા હતા. જ્યારે શુક્રવારના રોજ વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં પણ હડકંપ મચ્યો છે.

 મોડાસામાં હાલ તો કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આજ સુધી અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકા-૦૫, ભિલોડા તાલુકા-૧૩, મેઘરજ તાલુકા-૦૯, મોડાસા શહેરી-૨૧, મોડાસા ગ્રામ્ય-૧૭, ધનસુરા તાલુકા-૦૩ આમ,  કુલ ૬૮ પોઝિટિવ કેસો નોંધાયેલ છે. જે પૈકી કુલ-૧૪ પોઝિટિવ દર્દીઓની સારવાર પૂરી થયા બાદ સેમ્પલ લેવામાં આવેલ જે સેમ્પલ નેગેટિવ આવતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.હજુ ૦૮ મે સુધી ૨૪૩ સેમ્પલનો રીપોર્ટ બાકી છે. તેમજ હાલમાં હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ-૧૭૮૭ છે. તથા હોસ્પિટલ આઈસોલેશનમાં ૪૧અને કોવિડ કેર સેન્ટર વાત્રકમાં-૦૨ અને ભાગ્યલક્ષ્મી નર્સિંગ હોમ મોડાસામાં ૦૮ દર્દીને રાખવામા આવ્યા છે.

Post Top Ad