કેતન પ્રણામી અરવલ્લી
મેઘરજના ઇસરી ગામે ખેડૂત પરિવાર માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ઇસરી ગામે શોર્ટ-સર્કિટથી આગ લાગતા બળીને ખાખ થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું આગની ઘટનાને પગલે બાજુમાં રહેલ મકાનની છત પણ આગની લપેટમાં લપેટાઈ હતી. લોકો ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.બુધવારે સવારે ઇસરી ગામના પટેલ ફળિયામાં રહેતા અશોકભાઈ રામભાઈ પટેલ તેમની પત્ની સાથે ખેતરમાં ગયા હતા બુધવારે સવારે તેમના મકાનમાં શોર્ટ-સર્કિટ થી આગ લાગતા ઘરમાં રહેલું રાચ રચીલું
ઘરવખરી અને પશુઓ માટે સંગ્રહ કરી રાખેલો ઘાસચારો આગમાં રાખ થઈ ગયો હતો. તેમના પાડોશીના ઘરની છત પર રાખેલા સિમેન્ટના પતરા પણ આગની લપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાના પગલે ખેતરથી ખેડૂત પરિવાર અને આજુબાજુથી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા આગ પ્રસરતા અટકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનાને પગલે ખેડૂત પરિવારે ભારે નુકશાન વેઠવાનો વારો આવતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ઇસરી પોલીસે અશોકભાઈ રામભાઈ પટેલની જાણવાજોગ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.