મોડાસાને બચાવવા વેપારીઓ અને સંસ્થાઓ મેદાને: દવા અને દૂધ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખવા સામેથી તૈયારી બતાવી - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મોડાસાને બચાવવા વેપારીઓ અને સંસ્થાઓ મેદાને: દવા અને દૂધ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખવા સામેથી તૈયારી બતાવી

કેતન પ્રણામી અરવલ્લી


                 લોકડાઉન-૩ માં મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં આપવામાં આવેલી છૂટછાટમાં લોકો બીનજરૂરી રખડપટ્ટી કરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી લોકો પણ કોરોના સામે સભાન ન હોય તેમ બજારમાં ઉમટી પડતા હોવાની સાથે માસ્ક કે મોઢા પર કપડું બાંધવાનું ફરજીયાત હોવા છતાં લોકો મોઢું ખુલ્લું રાખી ખરીદી કરવા ઉમટતા હોવાથી અને મોડાસા શહેરમાં લોકલ સંક્રમણના કેસમાં વધારો થતા વેપારીઓ,મોડાસા નાગરિક સમિતિ અને વિવિધ સંસ્થાઓએ મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહને સંમતિ પત્ર આપી ૧૧ મેં થી ૧૭ મેં સુધી દવા -દૂધ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખવા બાંહેધરી આપી સ્વયંભુ બંધ રાખશે અને આ અંગે જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડે  તેવી વિંનતી કરી હતી.૩૬ કલાકમાં કોરોના વિસ્ફોટ થતા જિલ્લામાં ૫૦ પોઝીટીવ કેસ નોંધાયા છે.


 જેમાં માત્ર મોડાસા નગરમા જ ૨૪  પોઝીટીવ દર્દી મળી આવતાં નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરમાં કોરોનાના કહેરથી નગરજનો રીતસરના ફફડી ઉઠ્યા છે. શહેરમાં ૧૭ કોરોનાના કેસ લોકલ સંક્રમણના હોવાનું બહાર આવતા શહેરમાં લોકલ ટ્રાન્સમિશનનો ખતરો વધતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં લોકોએ પ્રવેશબંધી ફરમાવી દઈ આડશ ઉભી કરી રોડ બંધ કરી દીધા છે. ત્યારે મોડાસા શહેરમાં વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ શહેરન વુહાન બનતું અટકાવવા ૧૭ મેં સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખવા તૈયારી બતાવી નગરપાલિકા પ્રમુખને સંમતિ પત્ર આપી મોડાસા નગરપાલિકાના માધ્યમથી જીલ્લા કલેક્ટરને જાહેરનામુ બહાર પાડવા વિનંતી કરી છે.

Post Top Ad