મોડાસા શહેર ૧૭ મે સુધી સંપૂર્ણ લોકડાઉન:અરવલ્લીમાં કોરોનાની રફ્તાર યથાવત વધુ ૨ લોકો કોરોનાગ્રસ્ત આંકડો ૭૬ પહોંચ્યો - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મોડાસા શહેર ૧૭ મે સુધી સંપૂર્ણ લોકડાઉન:અરવલ્લીમાં કોરોનાની રફ્તાર યથાવત વધુ ૨ લોકો કોરોનાગ્રસ્ત આંકડો ૭૬ પહોંચ્યો

કેતન પ્રણામી અરવલ્લી


         અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે.શનિવારે ધનસુરા તાલુકાના બિલવણીયા ગામનો અમદાવાદ થી આવેલા ૫૦ વર્ષિય આધેડ અને પુનાથી વડાગામ આવેલ ૪૬ વર્ષિય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાના ૨૪ કલાકમાં અમદાવાદથી શિણોલ આવેલ ૪૮ વર્ષીય મહિલા અને ધંધુકાથી વાયા અમદાવાદ થઇ રમોસ ગામે પહોંચેલા ૧૪ વર્ષીય કિશોર કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય વિભાગ હરક્તમાં આવ્યું છે.

ધનસુરા સહિત તાલુકામાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૫ પર પહોંચતા લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે કોરોના પોઝેટીવ બંને દર્દીઓને સારવાર અર્થે વાત્રક કોવીડ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આરોગ્ય વિભાગની ટીમો એ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી ઈસમના પરિવાર ના સભ્યોને હોમ કોરોન્ટાઈન કરી 3 કીમી એરીયાને સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.અને ગામમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.જોકે ધનસુરા તાલુકામાં નોંધાયેલા પોઝીટીવ કેસો અમદાવાદ થી આવેલા છે.ત્યારે ધનસુરા સહિત તાલુકામાં બહારથી આવતાં લોકો સંક્રમીત થતાં લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી રહી છે.મોડાસા શહેરમાં ૨૪ લોકો કોરોનાથી સંક્રમિત બનતા અને મોટા ભાગના કેસ લોકલ ટ્રાન્સમિશન્સના હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે ૧૭ મે સુધી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાન ચાલુ રહેશે બેંક સહીત તમામ ધંધા-રોજગાર બંધ રહેશેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા કંટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. નગરમાં લોકલ સંક્રમણનો ખતરો વર્તાતાં તંત્ર એલર્ટ કરાયું છે. અને તકેદારીના સંપૂર્ણ પગલાં જિલ્લા કલેકટરના આદેશથી ભરવામાં આવી રહ્યા છે.

Post Top Ad