અરવલ્લી જિલ્લાને કોરોના મુક્ત કરવા એક્શન પ્લાન તૈયાર જિલ્લાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ તોડવા સઘન સર્વે કરાશે - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લી જિલ્લાને કોરોના મુક્ત કરવા એક્શન પ્લાન તૈયાર જિલ્લાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ તોડવા સઘન સર્વે કરાશે

કેતન પ્રણામી અરવલ્લી


             કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર કોરોનાથી પ્રભાવિત થયો છે ત્યારે જિલ્લા વહિવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલા લેવાની સાથે જિલ્લાને કોરોના મુક્ત કરવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે જે અંગેની વિગત આપવા જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા અને જિલ્લા પોલીસવડા શ્રી મયુર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા અસરકાર પગલા લેવાયા હોવાની વાત કરતા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧૪૪૭  સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી  ૬૮ પોઝીટીવ કેસો મળી આવ્યા છે,
જિલ્લામાં લેવાતા યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ અને  બાયોટેકનોલોજી, ગાંધીનગર ખાતે તપાસ અર્થે મોકલી આપવમાં આવે છે.અરવલ્લી જીલ્લામાં અત્યાર સુધી ૧૪ દર્દીઓને સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જયારે કો-મોર્બીડ બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે.  અરવલ્લી જીલ્લામાં અત્યાર સુધીમાં ૩૧ ગામ અને શહેરી વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા હતા જેમાંથી ૧૨ ગામને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવેલ છે તેમ છંતા આ વિસ્તારોમાં ૨૮ દિવસ સુધી એકાંતરા દિવસોમાં સર્વેલન્સ ચાલુ રાખવામાં આવશે.
ગુરૂવારના રોજ મળી આવેલા બીજા ૧૯ કેસ પોઝીટીવ મળી આવ્યા છે જેમાં તરકવાડા ચાર, મોડાસા-૧૨, ટીંટોઇ,ઢાંખરોલ, ટીંટીસરમાં એક-એક કેસો નોંધાયેલ છે. આ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લેવાયા છે.  કોરોના દર્દીઓના સારવાર અર્થે જીલ્લામાં વાત્રક હોસ્પિટલ ખાતે ૧૦૦ બેડ અને સાર્વજનિક હોસ્પિટલ ખાતે ૫૦ બેડની કોવીડ-૧૯ ના કેસોની સારવાર માટે હોસ્પિટલ ઉભી કરાઇ છે. જેમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કુલ ૨૭ પોઝીટીવ દર્દીઓ દાખલ છે અને વાત્રક હોસ્પિટલ ખાતે કુલ ૧૪ દર્દીઓ દાખલ છે. કોવીડ કેર સેન્ટર વાત્રકમાં બે જયારે ભાગ્યલક્ષીમાં ૦૮ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.
અરવલ્લી જીલ્લામાં આરોગ્યનો મેધા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ૧૬૭૯૩ ઘરોમાં ૮૭૧૭૬ લોકોનું ૨૭૦ ટીમો દ્રારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. કોરોના સામે લોકજાગૃતિ માટે ૫૮ હોર્ડીંગ, ૧૨૦૦ બેનર, ૫૦૦૦ પોસ્ટર, ૪,૨૫,૦૦૦ પત્રીકાઓ નું વિતરણ કરવામાં આવ્યું છે.
કલેકટરશ્રી એ ઉમેર્યુ હતુ કે, અરવલ્લી જિલ્લામાં કોરોનો વ્યાપ ઘટાડવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા અને લોકલ ટ્રાન્સમીશન ઝડપથી બંધ થાય તેવા પગલા લેવામાં આવશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં સ્ટ્રીક પેરામીટર કંટ્રોલ, તમામ હાઇરીસ્ક ધરાવતાઓને ફેસીલીટી કોરોન્ટાઇન કરવામાં આવશે. આ ઉપરાંત ગંભીર પ્રકારના ચેપ ધરાવતા  (Severe Acute Respiratory Infection)  અને  ઇનફ્લૂએન્જા જેવા લક્ષણો ધરાવતા (influenza-like illness)  પર ખાસ ધ્યાન આપવમાં આવશે, બફર ઝોનની અંદર સારી અને આઇએલઆઇ પ્રકારના કેસોનું સધન તપાસ કરવામાં આવશે. તાલુકા દિઠ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફિલ્ડ મોનીટરીંગ ખાસ અધિકારી નિમવામાં આવશે. જયારે કન્ટેમેન્ટ વિસ્તારમાં લોકોની અવર-જવરને લગતા ધ્યાન આપવા ખાસ ડ્રોનથી સરવે હાથ ધરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયાએ વૈશ્વિક મહામારીને પંહોચી વળવા અરવલ્લીના ગ્રામજનોને જાગૃત થવા અપીલ કરી હતી.જેને લઇ ગામના સરપંચ દ્વારા પગલા પણ લેવાનું શરૂ થયું છે. જેમાં જાહેરમાં થુંકનારાઓ પાસેથી ૬૮,૮૦૦ જયારે માસ્ક વિનાના લોકો પાસેથી ૨૦,૪૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. જિલ્લામાં ૧૯ લાખથીવધુ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે તો બે લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળા પીવડાવી રોગપ્રતિકાર શક્તિ વધારવાનું કામ કરાયું છે. આ સાથે કોવિડ હોસ્પિટલમાં અપાતી સારવાર અને હેલ્પલાઇન અંગેની પણ વાત કરી હતી.   
  પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. અમરનાથ વર્મા સહિત પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Post Top Ad