અરવલ્લી જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી કુલ-૭૪ પોઝીટીવ કેસ નોંધાયા - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લી જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી કુલ-૭૪ પોઝીટીવ કેસ નોંધાયા

કેતન પ્રણામી અરવલ્લી


              ગઇકાલે રાત્રે જાહેર થયેલ-૦૪ પોઝીટીવ કેસ તેમજ આજરોજ જાહેર થયેલ ૦૨ પોઝીટીવ કેસ માં બાયડ તાલુકા-૦૨,મોડાસા શહેરી -૦૨,ધનસુરા તાલુકા -૦૨ કુલ-૦૬તેમજ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-૧૯ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ  ગામોમાં આરોગ્ય વિભાગની ૩૭ ટીમો દ્વારા કુલ - ૨૦૧૧ ઘરની કુલ વસ્તી – ૧૦૮૪૭નું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીશરૂ કરવામાં આવી છે. આજરોજ ૩૦૭ આરોગ્ય ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી માં કુલ-૧૨૯૪૦ ઘરોની કુલ વસ્તી-૮૪૮૭૩ આવરી લેવા માં આવી છે.તે પૈકી ૭૩ વ્યક્તિ ઓને હોમ કોરેન્ટાઇન કરવા માં આવેલ છે.તેમજ ૦૪ વ્યક્તિ ઓને શંકાસ્પદ દર્દી તરીકે નોધવામાં આવેલ છે.

તા:-૦૯/૦૫/૨૦૨૦ના રોજ ૧૩૧ સેમ્પલનો રીપોર્ટ બાકી છે.તેમજ હાલમાં  હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ-૨૨૦૬છે. તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં ૨૮ તેમજમોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશન માં ૨૮અને કોવિડ કેર સેન્ટર વાત્રકમાં-૦૧ અનેભાગ્યલક્ષ્મી નર્સિંગ હોમ મોડાસામાં ૦૮ દર્દીને રાખવામા આવેલ છે.
આજરોજ સાર્વજનિક હોસ્પિટલ COVID-19 મોડાસા ખાતે થી ધનસુરા તાલુકા ના ધનસુરા-૦૧, તેમજ મેઘરજ તાલુકાના ગાયવાછરડા-૦૧ આમ કુલ-૦૨ પોઝીટીવ કેસો સારવાર પૂરી થયા બાદ  સેમ્પલ લેવામાં આવેલ જે સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓશ્રી ને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવા માં આવેલ છે.
આજદિન સુધી અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકા-૦૭, ભિલોડા તાલુકા-૧૩,મેઘરજ તાલુકા-૦૯,મોડાસા શહેરી-૨૩,મોડાસા ગ્રામ્ય-૧૭,ધનસુરા તાલુકા-૦૫ આમ, કુલ- ૭૪ પોઝીટીવ કેસો નોંધાયેલ છે જે પૈકી કુલ-૧૬પોઝીટીવ દર્દીઓની સારવાર પૂરી થયા બાદ સેમ્પલ લેવામાં આવેલ જે સેમ્પલ નેગેટીવ આવતા તેઓશ્રી ને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે.

Post Top Ad