કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં બુધવારના રોજ એક સાથે ૨૫ કોરોના પોઝીટીવના કેસ મળી આવતા કોરોનોથી સૌથી વધુ પ્રભાવિત એવા મોડાસા અને ભિલોડા તાલુકાના ગામોની અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે મુલાકાત લીધી હતી.
મોડાસના ટીટોઇ ભિલોડાના બ્રહ્મપુરી ગામે પણ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. જેથી આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોક ડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.
આ મુલાકાતે વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.